Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કર્ફ્યૂ દરમ્યાન અગત્યના કામ વિના બહાર નીકળેલા નાગરિકો સહિત કાર,...

મોરબી જીલ્લામાં કર્ફ્યૂ દરમ્યાન અગત્યના કામ વિના બહાર નીકળેલા નાગરિકો સહિત કાર, રીક્ષાચાલકો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ

ગુજરાત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી લાગુ થયેલા રાત્રી કર્ફ્યૂ દરમ્યાન જરૂરી કામ સિવાય બહાર નીકળતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે શુક્રવારે રાત્રે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂમાં જરુરી કામ વિના બહાર નીકળેલા 11 લોકો સામે આઈપીસી કલમ 283 તથા 188 મુજબ કેસો દાખલ કરવામાં આવ્યા છે.જેમાં મોરબીમાં રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા સીટી એ.ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં સોની બજાર રોડ પરથી રસિકલાલ લક્ષ્મીકાંત મહેતા ઉં.વ. 55 રહે. મોદી શેરી, મોરબી નગર દરવાજા પાસેથી ઇમરાન યુનુષભાઈ ખોખર ઉં.વ. 35 રહે. સિપાઈવાસ, તથા તૌશિક મહેબૂબભાઈ મકરાણી ઉં.વ. 24 રહે. મકરાણીવાસ, કાલિકા પ્લોટ, નર્મદ હોલ પાસેથી બશિર મામદભાઈ સંધિ ઉં.વ. 45 રહે કાલિકા પ્લોટ, સાયન્ટિફિક રોડ, શિવ સોસાયટી પાસેથી આરીફ ગુલામભાઈ કાસમાણી ઉં.વ. 59 રહે. સરદાર ભવનની બાજુમાં, સિકંદર કાદરભાઈ કાસમાણી ઉં.વ. 33 રહે. સરદાર ભવનની બાજુમાં, મહમદભાઈ સ્લેમાનભાઈ ચાનીયા ઉં.વ. 60 રહે. રોયલ એપાર્ટમેન્ટ સામે કર્ફ્યૂ ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બી ડીવી.પો.સ્ટે. વિસ્તારના ત્રાજપર ચોકડી પાસે, એસ્સારના પંપ નજીક રીક્ષા લઈને નીકળેલા રાજેશ રમેશભાઈ બજાણી ઉં.વ. 36 રહે. ભાટિયા સોસાયટી, કાર લઈને નીકળેલા કિરીટભાઈ માધવદાસ દયાણી ઉં.વ. 35 રહે. વિવેકાનંદ સોસાયટી, રાજકોટ રોડ, વાંકાનેર તથા માળીયા મી.ના વગાડીયા ઝાંપા પાસેથી 7 પેસેન્જર બેસાડીને નીકળેલા સીએનજી રીક્ષા ચાલક મહેબૂબ સલેમાન મોવર ઉં.વ.34 રહે. કજરડા, હળવદ પો.સ્ટે. વિસ્તારમાં ધ્રાંગધ્રા હળવદ ત્રણ રસ્તા પાસેથી વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક ચેતનભાઈ ગોવિંદભાઇ છીપરા ઉં.વ. 32 રહે. ખારીવાડી,હળવદવાળા સામે અને વાંકાનેર જિનપરા જકાતનાકા પાસેથી એક રીક્ષા ચાલક મયુર જયેશભાઇ બહુકીયા ઉં.વ. 19 રહે. પટેલ વાડી પાછળ, પરશુરામ પોટરી વાંકાનેર વાળા સામે આઈપીસી કલમ 283 મુજબ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!