મોરબીમાં મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના સિદ્ધિવિનાયક કા રાજા ના આયોજક અરવિંદ બારૈયા અને મયુરનગરી કા રાજા ના આયોજક વિશ્વાસ ભ્યોરણીયા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગણેશ મહોત્સવનું લઇને જાહેરનામુ 3/9/24 ના રોજ બહાર પાડ્યું હતું. જે પ્રસિદ્ધ જાહેરનામાઓનો ભંગ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે…
મળતી માહિતી અનુસાર, મોરબીમાં મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા આયોજકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના સિદ્ધિવિનાયક કા રાજા ના આયોજક અરવિંદ બારૈયા અને મયુરીનગરીn કા રાજાના આયોજક વિશ્વાસ ભ્યોરણીયા વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના કલેકટર દ્વારા ગણેશ મહોત્સવને લઇને તા. 3/9/2024 ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ થતાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાનુ ખબર હોવા છતાં મોરબી જુની આર.ટી.ઓ.કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાનુ ખ્યાલ છતા તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્ય ને નુકશાન થાય તેવું કૃત્ય સામે આવતા કલેકટરના જાહેરનામાનો ભંગ થયા બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે મંજુરી વિના મચ્છુ ૩ ડેમમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે તંત્રની મૌખિક મંજૂરી વિના પોલીસની હાજરીમાં વિસર્જન કરાયું હતું. ત્યારે આજે બંને આયોજકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે આયોજકો દ્વારા મોરબી ડીવાયએસપી પી એ ઝાલા વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની મધ્યસ્થી બાદ વિસર્જન કરાયું હતું છતાં ગુનો નોંધાતા આયોજકો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.