Tuesday, October 7, 2025
HomeGujaratવાંકાનેરમાં ફોજદારી કેસ: જામીનગીરીના ચેકના દુરુપયોગમાં ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરમાં ફોજદારી કેસ: જામીનગીરીના ચેકના દુરુપયોગમાં ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરમાં ફોજદારી કેસ હેઠળ ફાયનાન્સના સંચાલકે પોતાની કાયદેસરની લેણી રકમ ન હોવા છતાં જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરઉપયોગ કરી ચેકમાં વધુ રકમ લખી ખોટી ફરીયાદ દાખલ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હાલ ચેક રિટર્નની ફોજદારી કેસના ફરિયાદી સામે કોર્ટ દ્વારા ફરિયાદ કરવા જણાવતા તપાસ અધિકારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જયપ્રકાશ છગનભાઈ સાંગાણી ઉવ.૫૦ રાજીસ્ટ્રર, પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ વાંકાનેર વાળાએ આરોપી એસ.બી.ફાયનાન્સના સંચાલક સોએબભાઈ અલીમહમદભાઈ બ્લોચ રહે.મિલપ્લોટ વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, વાંકાનેરના એડી. ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રર કોર્ટના ફોજદારી કેસ નં. ૧૪૮૬/૨૦૨૪ ફરિયાદી એચ.બી. ફાઇનાન્સના સંચાલક સોયબભાઈ અલીમહમદભાઇ બ્લોચ સામે ફરિયાદ દાખલ કરી છે.

એસ.બી.ફાયનાન્સના સંચાલકે ધીરાણ કરેલ રકમ રૂ. ૮૯,૯૮૦/- હોવાનું મૌખીક પુરાવામાં દર્શાવ્યું હતું. પરંતુ તપાસમાં સામે આવ્યું કે ફોર્મ નં. ૧૧ અને અન્ય દસ્તાવેજોમાં આ રકમની વિગતો ખોટી છે. ધિરાણ માત્ર રૂ. ૧૯,૯૯૦/- તેમજ પૂર્વે રૂ. ૫૦,૦૦૦/- લઈ ચૂક્યા હતા, પરંતુ ખોટી રીતે વધારે રકમ દર્શાવીને જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. ચેક અને ફોર્મના આધારે ખોટા પુરાવા ઊભા કરીને કેસમાં ખોટી વિગતો રજૂ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ કાયદેસરની લેણી રકમ ન હોવા છતા વધુ રકમના દાખલા ખોટી રીતે રજૂ કર્યા અને ખોટી જુબાની આપેલી હોવાનું જણાયું છે. જે સમગ્ર હકીકતને ધ્યાનમાં લઈને, આરોપી સોયબભાઈ અલીમહમદભાઇ સામે બીએનએસની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૩૬ અને ૨૩૭ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!