બે દિવસ કમોસમી વરસાદની આગાહી ને પગલે મોરબી માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેડૂતોના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.કમોસમી વરસાદ ની આગાહી ને પગલે મોરબી માં પણ આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું અને અમુક વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા જેથી મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા ગઈકાલથી જ મોરબી માર્કેટીંગ યાર્ડ માં પોતાનો પાક લઈને આવતા તમામ ખેડૂતોને માલ પલળે નહિ એ માટે વ્યવસ્થિત ઢાંકીને લાવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી તથા યાર્ડ માં ખુલ્લા શેડમાં પડેલ પાક ને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ખેડૂતો ની સાથે માર્કેટીંગ યાર્ડ માં વેપારીઓનો પણ હજારો ટન માલ પડેલ હોવાથી માર્કેટિંગ યાર્ડ પદાધિકારીઓ દ્વારા તેઓને પણ અગાઉ થી જ પોત પોતાના માલ ને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં આવી હતી. જેથી તેઓ દ્વારા પણ પોતાના માલ ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો .વધુમાં હાલમાં વેપારીઓ નો ત્રણસો થી ચારસો ટન ચણા, કપાસ સહિતનો માલ ખુલ્લા માં પડ્યો છે જેને ખસેડવાની કામગીરી પણ હાલ માં ચાલુ છે.