ધોડા જીરું ઈશબગુલનો પાક સુકાઈ જતા ખેડૂતોએ વાડીમાં બેસણું રાખી અનોખો વિરોધ નોંધાવ્યો
હળવદ તાલુકામાં એગ્રો ધારકો દ્વારા ખેડૂતોને પાકમાં છંટકાવ કરવા માટે દવાઓ આપતા હોય છે અને જે દવાઓનો ખેડૂતો પોતાના પાકમાં છંટકાવ કરતા હોય છે. ત્યારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે સુરેશભાઈએ તારીખ ૫ ડિસેમ્બરના રોજ નીંદામણ નાશક દવા હળવદની એગ્રોમાંથી ખરીદી હતી અને જે એગ્રોમાંથી દવા ખરીદી ખેડૂતે પોતાની વાડીમાં ૧૦ વિઘાના ઈશબગુલના પાકમાં છંટકાવ કર્યો હતો. પરંતુ નીંદામણ નાશક દવાની આડઅસર થતા ધોડા જીરું ઈશબગુલ જીરૂ સુકાઈ ગયું હતું.
જેને લઈને ખેડૂતને આશરે ચાર લાખથી વધુનું નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હળવદ ખાતે આવેલી એગ્રોમાંથી માલણીયાદ, ચાડધ્રા, ઘાંટીલા, સરા સહિતના ગામોના ખેડૂતો દવા ખરીદી હતી અને બધા ખેડૂતોને આજ રીતે પાકોમાં નુકસાન થયું હતુ. જેને લઈને ખેડૂત સુરેશભાઈએ ગ્રાહક સુરક્ષામાં રજૂઆત પણ કરી છે. હળવદ શહેરમાં એસબીઆઈ બેંક સામે આવેલી ગાંધી એગ્રોમાંથી આ નીંદામણ નાશક દવા ખરીદી હોવાનું ખેડૂતો દ્વારા બીલ રજૂ કરવામાં આવ્યુ હતું અને હાલ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને વળતરની આશ લગાવી બેઠા છે. જોકે ખેડૂતોને કયા રોગમાં કઈ દવા ઉપયોગમાં લેવાય છે તેની જાણકારી ન હોવાથી એગ્રો ધારકો મનફાવે તેવી દવાઓ પધરાવી દેતા હોય છે. જેને લઈને પણ નુકસાન થતા હોવાના દાખલાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા હળવદ તાલુકાના સાપકડા ગામે દવા છાંટતા જીરું ફરી જતા એગ્રો ની દુકાનધારકે ફરીયાદ ન થવાની ૫ લાખ રૂપિયા નું વળતર ચુકવ્યું હતું જેની હજું સાહી શુકાય નથી ત્યાં હળવદ તાલુકાના ચાડધરા ગામે વધું એક બનાવ બન્યો છે.ખેડૂતોએ સામૂહિક ઉઠમણુ તો રાખી અનોખી રીતે વિરોધ નોંધાયો હતો.