મોરબી તાલુકાના બાદનપર-આમરણ ગામે કોઈ અજાણ્યા શખ્સોએ ગામમાં રખડતા ગૌવંશને નિશાન બનાવીને તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સોની ક્રૂરતાનો ભોગ બનેલા ગૌવંશ ઘાયલ હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગૌપ્રેમીઓ દ્વારા ઘાયલ ગૌવંશની સારવાર માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગૌવંશ ઉપર હુમલો થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ સમક્ષ આવા નરાધમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.