Tuesday, January 7, 2025
HomeGujaratટંકારામાં નિશુલ્ક ભરી આપવાના સરકારી યોજનાના ફોર્મ ભરવા લાંચ માંગનાર CSC સંચાલક...

ટંકારામાં નિશુલ્ક ભરી આપવાના સરકારી યોજનાના ફોર્મ ભરવા લાંચ માંગનાર CSC સંચાલક મોરબી એસીબીની ઝપટે ચડ્યો

ટંકારા લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા આરોપી જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા હોય જેઓએ પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ફ્રીમાં ભરી દેવાના હોય છે. પરંતુ લોકો પાસેથી ૨૦૦ થી ૫૦૦ લેતા મોરબી એ.સી.બી. પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા આરોપી જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા હોય જેઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાની સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી આપવાનું CSC નું પ્રમાણ પત્ર ધરાવી રહ્યા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના દ્વારા જાહેર થયેલ પી.એમ. વિશ્વકર્મા યોજનાની અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા પેટે દરેક ઓન લાઇન ફોર્મ ઉપર આરોપીને સરકાર તરફથી ફોર્મ દીઠ મહેનતાણુ ચુકવવામાં આવતુ હોય છે. તેમજ પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે કોઇ ફી અથવા શુલ્ક લેવામાં આવશે નહી જે યોજના હેઠળ નોંધણી અને પ્રમાણપત્ર સહિતની તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. જેનું સ્પષ્ટ માર્ગદર્શન હોવા છતાં આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે ૨૦૦ થી ૫૦૦ અરજી દીઠ રકમ લેતા હોવાની ખાનગી રાહે બાતમી મળતાં રાજકોટના એ.સી.બી.ના સુપરવિઝન અધિકારી વી.કે. પંડ્યાની હાજરીમાં ડીકોયનું આયોજન કરી એક પંચ અને એક અરજદારને પી.એમ. વિશ્વકર્મા યોજનાનુ ઓન લાઇન ફોર્મ ભરવા મોકલતા આરોપીએ ડીકોયરનુ પોતાના CSC ID :56375310019 પાસ વર્ડ નંબર-Jiten$5637 ઉપર ઓનલાઇન ફોર્મ ભરી આપી ફોર્મની નકલ આપી અવેજ પેટે અરજદાર પાસેથી પંચની હાજરીમાં ગેરકાયદેસર રીતે રૂ.૨૦૦/-ની માંગણી કરતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં હાથ ધરવામાં આવ્યાં છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!