શ્રી ટંકારા કન્યા શાળામાં તારીખ 23/01/2025 ને ગુરૂવારના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 19 જેવી કૃતિ રજૂ કરવામાં આવી હતી.
જેમાં મોબાઈલ બુરી બલા, દીકરીને ભણાવો, યોગ નૃત્ય, ગુજરાતના ગુણગાન ગીત, દેશભક્તિ ગીત, લેઝીમ દાવ, ડ્રામા ગીત વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ટંકારા તાલુકાના કેળવણી નિરીક્ષક રસિકભાઈ ભાગીયા, છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી, ટંકારા કુમાર તાલુકા શાળા ના આચાર્ય પરેશભાઈ દુબરિયા, નિવૃત શિક્ષક હસુભાઈ ઘેટીયા તથા અશ્વિનભાઈ નિમાવત વગેરે હાજર રહ્યા હતા.
શાળાના આચાર્ય ચેતનભાઈ ભાગીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.તથા પંકજભાઈ ભોજાણી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર અને અશ્વિનભાઈ શેરસિયા દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક જયેશભાઈ વિસોડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સુરેશભાઈ ઘાટોડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રસીલાબેન દેવડા, ઉષાબેન સાણંદિયા, પૂનમબેન બાલધા, જયશ્રીબેન જગોદરા, જીજ્ઞાબેન કામરીયા તથા નકુમ નયનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.