મોરબી માં બિપરજોય વાવાઝોડામાં માર્કેટીંગ યાર્ડ બંધ રહ્યા બાદ ખુલતાની સાથે જીરું ના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોરબી માર્કેટીંગ યાર્ડ શરૂ થયાના ૨૦ વર્ષ માં આજે રેકોર્ડ બ્રેક રૂપિયા ૧૨૦૦૦ નો ઊંચો ભાવ બોલાયો છે.
મોરબીમાં બિપરજોય વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી હતી અને ભારે વરસાદ ને કારણે જીરું ના પાક ને લઈને ખેડૂતો ચિંતિત હતા. પરંતુ વાવાઝોડા બાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થવાની સાથે જ ક્રમશઃ જીરું ના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.જેમાં દરરોજ નવા વિક્રમ સાથે હવે જીરુનો ભાવ ૧૨૦૦૦ ને આંબી ગયો છે.તેમજ મોરબી મોરબી માર્કેટિંગ યાર્ડ વીસ વર્ષ પેહલા શરૂ થયું હતું.ત્યારથી લઈને અત્યાર સુધીમાં જીરૂનો આજનો ભાવ ૧૨૦૦૦ એ વિક્રમજનક ભાવ છે.તેમજ ગઈકાલે વરસાદ સારો આવતા ખેડુતો ખુશ છે ત્યારે જે ખેડૂતો પાસે જીરું પડ્યું છે તેઓની ખુશી બમણી થઈ છે.