રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર માફિયાઓએ નવો કીમિયો સોધી કાઢ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના ફોટાનો ઉપયોગ કરી ફેસબુકમાં કામ આપવાની જાહેરાત સાથેના ફોટો વાઇરલ થયા છે. જેને લઇને તપાસના આદેશ અપાયા છે. ત્યારે મોરબી શહેરની અલગ અલગ ટીમો બનાવી ફોટોમાં જણાવેલ નંબર, આઇડીના આધારે તપાસ તેમજ લોકેશન સહિતની વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરાઇ છે.
એક તરફ સરકાર સાયબર ફ્રોડને નાથવા માટે દિવસ રાત એક કરી રહી છે. ત્યારે હવે સરકારમાં બેઠેલા નેતાઓની લોકપ્રીયતાનો ગેરફાયદો ઉઠાવવા સાયબર માફીયાઓ સજજ થયા હોય તેવો મામલો સામે આવ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના ફોટાનો ઉપયોગ કરી નોકરી આપવાની લાલચ આપવામાં આવી છે. ફેસબુકમાં કામ ધંધો આપવાની જાહેરાત સાથે ફોટા વાયરલ થયા છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું નેતાઓની પ્રખ્યાતીનો ગેરલાભ મેળવી રૂપિયા ખંખેરી લેવાનો નવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. નેતાઓની લોક પ્રિયતાનો ફાયદો ઉઠાવી લોકોને છેતરતા લોકોની તપાસ જરૂરી છે. ત્યારે તે ઘટનાને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે મને બદનામ કરવાનું કાર્ય છે. તાત્કાલિક તપાસ શરૂ કરી આવી કૃત્ય કરનારની પોલીસ ધરપકડ કરશે તેમ પણ જણાવ્યું છે. તે બનાવને લઈને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા તપાસના આદેશ અપાયા છે.મોરબી એલ.સી.બી., SOG, સાયબર ક્રાઇમ ની ટીમોને કામે લગાડી ફોટોમાં જણાવેલ નંબર અને આઇડી ના આધારે તપાસ શરૂ કરાઈ છે. તેમજ લોકેશન સહિતની વિગતો મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.