Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે "સાયબર ક્રાઈમ અવેરનેસ" સેમિનાર યોજાયો

મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ” સેમિનાર યોજાયો

વર્તમાન સમયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાનો વધુ પડતો સમય ઇન્ટરનેટ પાછળ ખર્ચે છે અને સોશિયલ મીડિયા એપ જેવીકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ તથા વોટ્સએપ વગેરેનો બહોળો ઉપયોગ કરે છે. ક્યારેક બાળકો ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા અજાણતા ગંભીર ભૂલ પણ કરે છે. અને સાયબર ક્રાઈમનો ભોગ બને છે. જેનાથી વિદ્યાર્થીઓને ચેતવા આજે મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ” સેમિનાર યોજાયો.

- Advertisement -
- Advertisement -

નીલકંઠ સ્કૂલ-મોરબીનાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પોતાનો કિંમતી સમય આવી બિનઉત્પાદક પ્રવૃત્તિમાં વેડફી ના નાખે અને અભ્યાસિક પ્રવૃત્તિમાં સમયનો સદ્દઉપયોગ કરે તેમજ જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમથી માહિતગાર થાય અને ભવિષ્યમાં કોઈપણ સાયબર ક્રાઈમનો ભોગ ન બને તેવા હેતુસર નીલકંઠ સ્કૂલમાં મોરબી જિલ્લા ડી.વાય.એસ.પી. એન.કે.પટેલ,મોરબી શહેર પી.આઇ. એચ.એ. જાડેજા, પી.એસ.આઇ. સોનારા મેડમ તેમજ તેમની ટીમ દ્વારા નીલકંઠ સ્કૂલમાં ધો-10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે “સાયબર ક્રાઇમ અવેરનેસ” સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમજ મોરબી શહેર અને સ્કૂલની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા નીલકંઠ સ્કૂલના ધો-11 અને 12 કોમર્સ ના 70 વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડી.વાય.એસ.પી. પટેલ સાહેબનું સ્વાગત નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને પી.આઇ. જાડેજા સાહેબનું સ્વાગત ટ્રસ્ટી નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સોનારા મેડમનું સ્વાગત આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા દ્વારા મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. ત્યારે નીલકંઠ સ્કૂલના સુપરવાઇઝર મનોજભાઈ જોશી કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકામાં રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!