Thursday, January 23, 2025
HomeGujaratસાયબર ફ્રોડ:મોબાઇલમાં રેટિંગ તથા ટાસ્ક રમતા ચેતી જજો,ફેબ્રિકશનના ધંધાર્થી સાથે રૂપિયા ૩૬.૧૧...

સાયબર ફ્રોડ:મોબાઇલમાં રેટિંગ તથા ટાસ્ક રમતા ચેતી જજો,ફેબ્રિકશનના ધંધાર્થી સાથે રૂપિયા ૩૬.૧૧ લાખની થઈ છેતરપિંડી

રેટિંગ તથા ટાસ્ક પૂરું કરાવી પ્રથમ રૂ.૨૦૦/-, ૧૦૦૦/- પરત કરી ફેબ્રિકેશન પેઢીના બેંક ખાતામાંથી ઉપાડી લીધા ૩૬.૧૧ લાખ

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત દેશમાં હાલ સાયબર ફ્રોડના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં સાયબર ફ્રોડ કરનારા અલગ અલગ યુક્તિઓ અપનાવી છેતરપિંડી કરી લોકોના બેંક ખાતા તળિયા ઝાટક કરી નાખતા હોય છે. જેમાં શેર-બજારમાં રોકાણ, કેવાયસી કરવા કે અન્ય જે રૂટિન ટેક્નિક અપનાવી લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરતા હોય છે ત્યારે હાલ મોરબીના લાલપર ગામે રહેતા મૂળ બિહારના વતની એવા ફેબ્રિકેશનની પેઢી ધરાવતા વેપારી યુવક સાયબર ફ્રોડ કરનારની નવી યુક્તિના શિકાર થઈ પોતાની ફેબ્રિકેશન પેઢીના બેંક ખાતામાં રહેલા ૩૬.૧૧ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો જેમાં વેપારી યુવકના મોબાઈલમાં ટાસ્ક રમવા તથા રેટિંગ આપવાના બહાને ટેલિગ્રામમાં લીંક મોકલી પ્રથમ જૂજ રકમ પરત આપી એકાઉન્ટની વિગતો મેળવી ઇન્વેસ્ટના બહાને આપો આપ રૂપિયા ૩૧ લાખ ઉપાડી લઈ ત્યારબાદ આ બધા રૂપિયા પરત મેળવવા વધુ ૫ લાખ ભરાવી કુલ ૩૬.૧૧ લાખની માતબર રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ વેપારીએ પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં સાયબર ફ્રોડ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ બેંક એકાઉન્ટ ધારક તેમજ મોબાઇલ નંબર ધારક તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ સામે આઇપીસી તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાયબર ફ્રોડની નોંધાયેલ ફરિયાદની ટુક વિગત અનુસાર મૂળ બિહાર રાજ્યના સમસ્તીપુર જીલ્લાના બેલારી ગામના વતની હાલ મોરબીના લાલપર ગામે ન્યુ પ્લોટ એરિયામાં રહેતા અજયકુમાર મનભરન સિંહ ઉવ-૩૬ એ અલગ અલગ આઠ બેંક ખાતા ધારક સામે તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૮/૦૫ ના રોજ અજયકુમારના મોબાઇલ ફોનમાં કોલ આવ્યો જેમાં ડીઝીટલ માર્કેટિંગ સબબ કંપની તરફથી આપવામાં આવેલ ટાસ્ક પૂરો કરવા માટેની પરત ટાઈમ જોબ માટેની લોભામણી લાલચ આપતા જે જયકુમાર દ્વારા સ્વીકાર્ય માટે સંમતિ આપી જેના ભાગરૂપે ટેલિગ્રામમાં લીંક મોકલી તેને રેટિંગ આપવા ટાસ્ક આપવામાં આવતા જેની અવેજીમાં પ્રથમ અજયકુમારની બાયોડેટા ફિલ કરવાનું ઓનલાઇન ફોર્મ આવ્યું જે ફિલ કર્યા બાદ ગૂગલપે નંબર માંગવામાં આવ્યો અને તતારબદ પ્રથમ રૂપિયા ૨૦૦/- પગાર રૂપે અજયકુમારને ગૂગલ પે માં પરત કર્યા ત્યારબાદ કંમાં રોકાણ કરતા સારો એવો નફો થશે તેમ લોભામણી લાલચ આપી રૂ.૧૦૦૦/- ઇન્વેસ્ટમેન્ટ કરવી તેના રૂ.૧૫૦૦/-પરત કર્યા જે બાદ શરૂ થયો મોટો ખેલ, જેમાં અજયકુમારના ખાતામાંથી આપો આપ મોટી મોટી રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર થવા લાગી જેને ઇન્વેસ્ટમેન્ટ નામ આપી બે ગણી રકમ પરત આવશે તેવી લોભામણી લાલચ આપી વધુ ૫ લાખ આપી તમામ રકમ પરત કરવાની બાંહેધરી આપી વધુ રૂ. ૫ લાખ સહિત ૩૬.૧૧ લાખ અજયકુમારની ફેબ્રિકેતિઇન પેઢીના બેંક ખાતામાંથી ઉપાડી લઈ આજદિન સુધી આ રૂપિયા પરત ન આવતા પ્રથમ સેન્ટ્રલ સાયબર ફ્રોડ હેલ્પલાઇનમાં ફરિયાદ ત્યારબાદ તાલુકા પોલીસ મથકમાં અલગ અલગ આઠ બેંક ખાતા ધારક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!