Thursday, May 8, 2025
HomeGujaratસાયબર ફ્રોડ: વોટ્સએપ મેસેજ દ્વારા મોબાઇલ હેક કરી મહિલાનું બેંક ખાતું સાફ,...

સાયબર ફ્રોડ: વોટ્સએપ મેસેજ દ્વારા મોબાઇલ હેક કરી મહિલાનું બેંક ખાતું સાફ, ૫.૫૦ લાખ રૂપિયાની ઓનલાઈન ઠગાઈ.

મોરબીમાં સાયબર ફ્રોડના કિસ્સામાં મહિલાના બેંક ખાતામાંથી અજાણ્યા સાઇબર ઠગોએ રૂ. ૫.૫૦ લાખની રકમ ઓનલાઇન ઠગાઈથી ઉપાડી લીધી હતી, જેમાં મોબાઈલમાં અજાણ્યા નંબરમાંથી આવેલ વોટ્સએપ મેસેજ ઓપન કરતાની સાથે જ મોબાઇલ હેક થઈ ગયો હતો, અને વિવિધ બેંક ખાતામાં રૂપિયા ૫.૫૦ લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી લઈને બેંક ખાતું સાફ કરવામાં આવ્યું હતું. હાલ ભોગ બનનાર મહિલા દ્વારા પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં ફરિયાદ બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રેસીડન્સી, મધર પાર્ક, દેવદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૩૦૨ ખાતે રહેતા રસીલાબેન સતીષભાઈ પનારાએ પોલીસમાં સાયબર ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી છે કે, ગઈ તા. ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ બપોરે આશરે ૩ વાગ્યે તેમના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી ઇન્ડુસ ઇન્ડ બેંકનો મેસેજ આવ્યો હતો. મેસેજ ખોલ્યા બાદ તેમનો મોબાઇલ હેક થઈ ગયો અને વોટ્સએપ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ફરી વોટ્સએપ ડાઉનલોડ કરતાં તેમાં ૨૪ કલાક રાહ જોવા જણાવાયું. આ દરમિયાન સાજે ૭ વાગ્યે તેમના મોબાઇલના ટેક્સ મેસેજમાં બેંકના મેસેજો આવવાના ચાલુ થઈ ગયા હતા, જેથી રસીલાબેને તેમના જેઠ ભાવેશભાઈ સાથે ઈ-મેઈલ ચેક કરતાં તેમના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ બીજે દિવસે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતાં રૂ. ૫,૫૦,૦૦૦/-ની રકમ ચાર અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. બંધન બેંકમાં રૂ. ૨ લાખ, એચડીએફસી ૧.૫૦ લાખ, એનએસડીએલ પેમેન્ટ્સ બેંકમાં ૧ લાખ, એચએસબીસી બેંકમાં ૧ લાખ, જે બાદ ભોગ બનનાર દ્વારા ઇન્ડુસ ઇન્ડ બેંકમાં લેખિત અરજી કરી અને સાઇબર ક્રાઈમ હેલ્પલાઇમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હાલ આ મામલે મોરબી પોલીસ તેમજ સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!