Wednesday, February 26, 2025
HomeGujaratમોરબીના વાંકડા ગામે સાયકલ સવાર ખેત-શ્રમિકનું કોઈ કારણોસર પડી જતા સારવારમાં મૃત્યુ

મોરબીના વાંકડા ગામે સાયકલ સવાર ખેત-શ્રમિકનું કોઈ કારણોસર પડી જતા સારવારમાં મૃત્યુ

મળતી માહિતી અનુસાર પ્રકાશભાઇ સરદારભાઇ બામણીયા ઉવ.૨૧ રહે.વાંકડા ગામની સીમમાં માવજીભાઇ મોતીભાઇ સુરાણીના ખેતરે મુળરહે.અમકસીટી તા.જી.ઇન્દોર, મધ્યપ્રદેશવાળો ગઈ તા.૩૦/૦૧ના રોજ સાઇકલ લઇને વાંકડા ગામે હટાણુ કરવા જતો હોય તે દરમ્યાન વાંકડાથી ખરેડા ગામ તરફ જતા રસ્તે રાજબાઇ તળાવ પાસે રોડ ઉપર પહોચતા કોઇ અગમ્ય કારણોસર પ્રકાશભાઈ સાઇકલ સહીત નીચે રોડ પર પડી જતા પગે તેમજ શરીરે ઈજા થતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે મૃતકની પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!