Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના ચંદ્રપુર નજીક માર્ગ અકસ્માતમાં ટ્રક હડફેટે સાયકલ સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું

વાંકાનેરના ચંદ્રપુર નજીક માર્ગ અકસ્માતમાં ટ્રક હડફેટે સાયકલ સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું

મળતી માહિતી અનુસાર વાંકાનેરથી કેરાળા સાયકલ ઉપર જઈ રહેલા અકબરભાઈને વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ નૂર પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે ટ્રક રજી.નં. આરજે-૦૪-જીસી-૩૨૭૨ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી સાયકલ સવાર અકબરભાઈને સાયકલ સહિત હડફેટે લેતા ટ્રકનો પાછળનો ટાયરનો જોટ્ટો અકબરભાઈ ઉપર ફરી વળ્યો હતો. ત્યારે શરીરે ગંભીર ઇજા પહોંચતા અકબરભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન અકસ્માત સ્થળે મૂકી પોલીસ મથકમાં હાજર થયો હતો. ત્યારે અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ અકબરભાઈના ભાઈ મૂળગામ માળીયા(મી)ના દેરાળા ગામના વતની હાલ વાંકાનેરના કેરાળા ગામે રહેતા ગુલામરસુલ સલેમાનભાઈ રતનીયા ઉવ.૩૪ એ ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!