Saturday, November 16, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

વ્યાજખોરો એ સ્વીફ્ટ કાર, એકટીવા તથા મોબાઇલ પડાવી લઈ પતાવી દેવાની ધમકી આપતા ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ત્રણ વ્યાજખોરો દ્વારા યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની અને પતાવી દેવાની ધમકીઓ આપી આપેલા રૂપિયાની સલામતી માટે રાખવામાં આવેલ યુવકની સ્વીફ્ટ કાર, મોબાઇલ તેમજ યુવકના ભાઈનું એકટીવા મોપેડ પડાવી લીધા અંગેની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવક પણ ઈંગ્લીશ દારૂના કેસમાં જેલની હવા ખાઈ ચૂકેલ હોય ત્યારે હાલ ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વવાણીયા ગામના વતની હાલ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ પાછળ રહેતા વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા ઉવ.૨૪ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભોલુ જારીયા રહે.રવાપર ગામ, મહીપતસિંહ જાડેજા રહે.શનાળા રોડ મોરબી તથા જીવણભાઇ બોરીચા રહે.ખાખરાળા ગામ તા.જી.મોરબીવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરિયાદી વસંતભાઈને અગાઉ તેમના દીકરાના જન્મ સમયે પૈસાની જરૂર ત્યારે ઉપરોક્ત આરોપીઓ પાસેથી પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં ફરીયાદી વસંતભાઈએ પોતાની માલીકીની સ્વીફ્ટ કાર રજી. જીજે-૩૬-એસી-૨૯૭૧ તથા વસંતભાઈના ભાઈ રવિભાઈનું એકટીવા રજી. જીજે-૩૬-પી-૫૨૮૪ તેમજ ઓપ્પો કંપનીનો મોબાઇલ આપ્યા હતા. ત્યારે વસંતભાઈ આરોપીઓને ઉંચુ વ્યાજ ચુકવતા હોવા છતા આરોપી ભોલુ જારીયાએ સ્વીફ્ટ કાર તથા આરોપી જીવનભાઈએ એકટીવા મોપેડ અને મોબાઇલ બળજબરીપૂર્વક પોતાની પાસે રાખી વસંતભાઈને પરત નહીં આપેલ ત્યારે વસંતભાઈ દ્વારા આરોપીઓને ઊંચું વ્યાજ ચૂકવતા હોવા છતાં ત્રણેય આરોપીઓ દ્વારા ફરીયાદીને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી વસંતભાઈએ ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!