બિપરજોય વાવાઝોડા ને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ અપાયું છે અને ખાસ કરી ને દરીયા કાંઠાના વિસ્તારોમાં વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને હવે મોરબી જિલ્લા માં પણ NDRF ની એક ટીમ ની ફાળવણી કરવામાં આવી છે જે ટીમ હાલ મોરબી આવવા માટે રવાના થઈ ગઈ છે અને રાત્રી સુધીમાં મોરબી પહોંચી જશે.
તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાવાઝોડા સંદર્ભે મંત્રીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને કામગીરી અંગે નિરીક્ષણ કરી ને જરૂરી સૂચનો પણ કર્યા હતા જે બાદમાં મુખ્યમંત્રી દ્વારા જે વાવાઝોડા ની સંભવિત અસર થવાની છે તે વિસ્તારોમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાની જવાબદારી મંત્રી કનુ દેસાઈ ને સોંપવામાં આવી છે તેમજ કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે અને ઉપરોક્ત તમામ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓ માં ઝડપથી પહોંચવા ની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે.