દાહોદ પોલીસના પેરોલ ફર્લો સ્કવોડ તથા ચાકલીયા પોલીસ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દીકરીને પરત મેળવી આરોપીઓને ઉતર પ્રદેશના વારાણસીથી પકડી પાડી ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના ચાકલીયા ટીંબી ફળિયા ખાતે રહેતા આરોપી લીલેશભાઈ રસુભાઈ ચરપોટ દ્વારા પોતાના ઘરેથી ભોગ બનનારને મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લીમખેડા ખાતે લઇ ગયો હતો અને ત્યાર બાદ સુરત જતી એસ.ટી.બસમાં ભોગ બનનારને બેસાડી દીધેલ હતી. ત્યાર બાદ ભોગ બનનારની તેનાં વાલીવારસોએ તપાસ કરતા મળી ન આવતા ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારની સુરત તથા મુંબઇ તેમજ અલગ અલગ શહેરોમાં ભોગ બનનારની શોધખોળ કરતા મળી ન આવતા તેની તપાસ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફઈના ઘરે આવી હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને લાવી દાહોદ બાળ કલ્યાણ સમીતીનાં સપોર્ટ પર્સનની સામે પૂછપરછ કરતા ભોગ બનનારે આપવીતી જણાવતાં કહ્યું હતું કે તા. ૦૩/૧૨/૨૦૨૨ નાં રોજ આરોપી લીલેશભાઇ રસુભાઈ ચરપોટ ઝાલોદ તાલુકાના ચાકલીયા ટીંબી ફળિયા તેનાં ઘરેથી તેની પત્ની તરીકે રાખવા માટે મોટર સાયકલ ઉપર બેસાડી લીમખેડા લઈ જઈ અને ત્યાંથી સુરત જતી બસમાં બેસાડી તુ સુરત જા હુ પાછળથી આવુ છુ તેમ કરી સુરત ગયેલ નહી જેથી ભોગ બનનાર સુરત બસ સ્ટેશન પર ઉતરી લીલેશભાઈ રસુભાઈ ચરપોટની રાહ જોતી હતી. ત્યારે ભોગ બનનારને સુરત બસ સ્ટેશનમાં એકલી જોઈ રાહુલ નામના ઇસમે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેશનથી નજીકની હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેને બસ સ્ટેશન ખાતે મુકી જતો રહ્યો હતો.ભોગ બનનાર બસ સ્ટેશન બેઠેલ હોય તે દરમ્યાન પુજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી તથા આનંદસિંહ નામનો પુરૂષ તેની પાસે આવી તેને પટાવી ફોસલાવી તેનાં ઘરે લઈ જઈ પાંચ દિવસ રાખી ત્યાર બાદ બંન્ને જણા ભોગ બનનારને સુરતથી ટ્રેન મારફતે વારાણસી (બનારસ) ઉતરપ્રદેશ લઇ જાય છે અને ત્યા ભોગ બનનાર પાસે સાતેક માસ સુધી દેહ વ્યાપારની પ્રવૃતી કરાવે છે અને ત્યારબાદ ભોગબનનારને અન્ય આરોપી વિરેન્દ્રસીંહ યાદવને સોપી દે છે. જયાં વિરેન્દ્રસીંહ યાદવ ભોગ બનનારનું શારીરિક શોષણ કરી તેની ઓળખીતી આકાંક્ષા ઉર્ફે શબનમબાનુ નવાબઅલી પઠાણ પાસે દેહવ્યાપારની પ્રવૃતી કરાવવા માટે મૂકી આવે છે અને ત્યા ભોગ બનનારને છેલ્લા દશેક મહિનાથી દેહ વ્યાપારની પ્રવૃતિ કરાવ્યાની હકીકત સામે આવતા પેરોલ ફર્લો સ્કોડ દાહોદની ટીમ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ આનંદસિંઘ તેજબહાદુરસિંઘ ઠાકુર જે ઉતરપ્રદેશના દુર્ગાગંજ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રી સિટર આરોપી છે જેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૬ ગુન્હાઓ નોંધાયા છે, તેમજ પુજાદેવી ઉર્ફે સારીયા વસીમખાન પઠાણ ,આકાંક્ષા ઉર્ફે શબનમબાનુ નવાબઅલી પઠાણ, વિરેન્દ્રસિંહ લાલતાપ્રસાદ સિંઘ, સત્યમસિંહ સત્યેન્દ્રસિંહ સિંઘને વારાણસી (બનારસ) ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.