Friday, January 10, 2025
HomeGujaratમાળીયા મી.માં ભૂંડ પકડવા બાબતે ડખો:એક બોલેરો પીછો કરી બીજી બોલેરોને ટક્કર...

માળીયા મી.માં ભૂંડ પકડવા બાબતે ડખો:એક બોલેરો પીછો કરી બીજી બોલેરોને ટક્કર મારતાં બોલેરો પલટી જતાં યુવકનું મોત

માળીયા મી.માં ભૂંડ પકડવા બાબતે આંતરિક ડખો થતા હાઇવે રોડ પર આરોપી બોલેરો ચાલકે અન્ય બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારતાં બોલેરો સવાર બે વ્યક્તિને ઈજા પહોચી હતી. જેમાં એક યુવાનનું મોત થતાં માળીયા મીયાણા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.માં ભૂંડ પકડવા બાબતે ડખો થયો હતો જેમાં માળીયા(મી) કોર્ટની સામે ગત તા.૦૫/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે આરોપી હરમીદરસીગ પ્યારેસીગે પોતાની જી.જે-૧૩-એ.ડબલ્યુ.-૪૪૧૦ નંબરની બોલેરો ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદી શેરસીગ રણજીતસીગ ખીચીની જી.જે-૧૦-ટી.ટી-૭૬૩૭ નંબરની બોલેરો ગાડીનો પીછો કરી બોલેરો ગાડીમાં માણસો બેઠા છે તે જાણતો હોવા છતાં પાછળથી ટક્કર મારી ફરિયાદીની બોલેરો ગાડી પલટી ખવડાવી દેતા ગાડીમા બેઠેલ દીપકભાઇને ડાબા હાથમા ફેકચર જેવી ઇજા પહોંચી, નયનભાઇ ગોહીલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી તેમજ જસદણનો ૧૯ વર્ષીય અર્જુનસીગ ઘરમસીગ ગાડીમા દબાઇ જતા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી પોતાની ગાડી લઇને નાસી છુટતા માળીયા મીયાણા પોલીસે હળવદના હરમીદરસીગ પ્યારેસિંગ અને પ્યારેસિંગ ટાંક વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!