Friday, January 10, 2025
HomeGujaratડાન્સીંગ કપલ પોલીસ ગીરફ્તમાં: મોરબીમાં ચાલુ બાઈક પર ડાન્સ કરનાર યુવતીની પણ...

ડાન્સીંગ કપલ પોલીસ ગીરફ્તમાં: મોરબીમાં ચાલુ બાઈક પર ડાન્સ કરનાર યુવતીની પણ અટકાયત

રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરવા પ્રેમી પંખીડાઓને ભારે પડ્યા હતા.એક યુવક યુવતી દ્વારા મોટરસાઈકલ પર રોમાન્સ ડાન્સ સાથે સ્ટંટ કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે વાયરલ વિડીયોને લઈ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી યુવકને પકડી પાડ્યો હતો. જે બાદ હવે આજે યુવતીની પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ સોશિયલ મીડીયામા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર એક યુવક જોખમી રીતે તેમના સ્ત્રી મિત્ર સાથે મોટરસાયકલ ચલાવતા હોવાનો વીડીયો વાયરલ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગઈકાલે યુવક બળવંત ગોવિંદભાઈ ચાવડા (રહે નવયુગ સ્કૂલ પાસે નકલંક સોસાયટી,મોરબી)ની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ આજે ચાલુ બાઈકની પેટ્રોલ ટેન્ક પર બેસી રોમાન્સ અને ડાન્સ કરતી યુવતી અંજલિ વાલજીભાઈ વાણા(રહે નવયુગ સ્કૂલ પાસે નકલંક સોસાયટી,મોરબી)ની પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇ.પી.સી કલમ-૨૭૯,૩૩૬ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ ૧૧૦,૧૧૭ મુજબ અટકાયત કરી બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!