હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બનેલ નિયોની પેપરમિલના પ્રદુષણ અટકાવવાની માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન ખાતે રજુઆત કરાઈ છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર સુંદરગઢ અને કડીયાણા વચ્ચે કડીયાણા સર્વે નં ૫૫ / ૮ પૈકી / ૧ રેવન્યુમાં તાજેતરમાં ઉભી થયેલ નિયોની પેપર મિલ સુંદરગઢ રહેણાક વિસ્તારની નજીક આશરે એક હજાર એરિયા વિસ્તારમાં આવેલ છે જેના પ્રદુષણથી હવામાં ઝેર ભેળવાતું હોય તેવો ઘાટ સર્જાયો છે આથી વન્યજીવ અને ગ્રામજનોના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.
નીયોની પેપર મિલની નજીકમાં જ સામજિક વનીકરણ આવેલ છે ત્યારે કુદરતી સંપદા અને પર્યાવરણને નુકશાન થઇ રહ્યું છે. આ ઉપરાંત ઝેરી કેમિકલયુક્ત પાણી જમીનના પેટાળમાં છોડવામાં આવી રહ્યું છે તેના કારણે સુંદરગઢ તથા કડીયાણાના પરંપરાગત ખેડૂતોની ખેતીની ઉપજમાં ઘટાડો થયો છે. સાથે કેમિકલયુક્ત પાણીથી ઉત્પન્ન થયેલ જણસોમાં દુષિત પાણી ભળી જતા સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી સંભાવના હોવાથી આ અંગે ઘટતું કરવા અંતમાં ગ્રામજનો દ્વારા માંગ ઉઠવાઈ છે.