મોરબીના બેઠાપુલ ઉપર બુધવારે રાત્રે કોઈ ભારે વાહને ગેરકાયદે શહેરમાં ઘૂસવાની કોશિશ કરતા ભારે વાહનની પ્રવેશબંધી માટેની લોખંડની મજબૂત એન્ગલ તૂટી ગઈ હતી. આ લોખંડની એન્ગલ જોખમી રીતે લટકતી હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જોખમી એન્ગલને કાઢી નાખવામાં આવી હતી અને દિવાળી પછી અહીંયા નવી લોખંડની એન્ગલ નાખવાનું જણાવ્યું હતું.
મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી માટે આ મજબૂત લોખંડની એન્ગલ મુકવામાં આવી હતી. પરંતુ બુધવારે રાત્રે કોઈ અજાણ્યા ભારે વાહનચાલકે બેઠાપુલ ઉપર ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરતા તેની જોરદાર ટકકરથી બેઠાપુલની મજબૂત લોખંડની એન્ગલના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં એક એન્ગલનો કટકો નીચે પડ્યો હતો અને બીજો ઉપર લટકતો હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ સર્જાયું હતું. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ લટકતી જોખમી લોખંડની એન્ગલને કાઢી નાખવામાં આવી હતી અને દિવાળી બાદ બેઠાપુલ ઉપર ફરીથી નવી લોખંડની એન્ગલ મુકવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.