Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં દાનવીર રત્ન ભામાશા સાંસદ બાબુભાઈ દેસાઈનું સ્વાગત સન્માન યોજાયું

હળવદમાં દાનવીર રત્ન ભામાશા સાંસદ બાબુભાઈ દેસાઈનું સ્વાગત સન્માન યોજાયું

બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. જેઓ રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. ત્યારે હળવદ તાલુકાનાના સુખપર ગામે સાંસદ બાબુભાઈ દેસાઈનું આગમન થતા રબારી સમાજ દ્વારા સ્વાગત સન્માન સમારોહનું આયોજન કર એવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રબારી સમાજના જણાવ્યા અનુસાર, હળવદ તાલુકાનાના સુખપર ગામે પધારેલ દાનવીર રત્ન ભામાશા રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુખપર ગામના રબારી સમાજના આગેવાન નાગજીભાઈ રબારી, ગોકળ ભાઈ રબારી, હેમુભાઈ રબારી, હળવદ રબારી સમાજના આગેવાન મનુભાઈ વિભાભાઈ રબારી, પ્રદેશ ભાજપના સિસ્ત સમિતિના સભ્ય બિપીનભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ ભાઈ દલવાડી, તાલુકા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ સુખપર, ગામના કોળી સમાજના આગેવાન અજીતભાઈ તથા ભરત ભાઇ વકીલ દ્વારા સાંસદનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ બાબુ ભાઈ દેસાઈએ સુખપરમાં આવેલ શેષ માતાજી મંદિરે દર્શન કરી શરણુંભાઈ નાગજીભાઈ કરોત્રાના ઘરે ટૂંકું રોકાણ કરી ભોજન લીધું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!