મોરબી દરબાર ગઢ મિત્ર મંડળ દ્વારા એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખી ચોકમાં થતી ટ્રાફિક સમસ્યા તેમજ ફોર વ્હીલ્સ પાર્કિંગ બાબતે રજૂઆત કરવામાં આવી છે. દરબાર ગઢ ચોકમાં સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ ફરતે આવેલ ફુવારા ફરતે ફોર વ્હીલ્સ પાર્કિંગ અને મોરબી આલાપ સોસાયટી તરફ જતો ટ્રાફિક ચોક તરફ વાળતા ટ્રાફિક સમસ્યા ગંભીર બનતા વહેલાસર નિરાકરણ કરવામાં આવે તેવી મંડળ દ્વારા માંગ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી દરબાર ગઢ મિત્ર મંડળ દ્વારા એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખી ટ્રાફિક સમસ્યા તેમજ ફોર વ્હીલ્સ પાર્કિંગ બાબતે રજૂઆત કરવામાં આવી છે. દરબાર ગઢ મિત્ર મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે કે દરબાર ગઢ ચોકમાં સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ ફરતે આવેલ ફુવારા ફરતે ફોર વ્હીલ્સ પાર્કિંગ અતિ ગંભીર સમસ્યા છે જેને કારણે અનેક વખત ઝગડાઓ થાય છે. ચોકમાં બે પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમજ મોરબી આલાપ સોસાયટી વાળો ટ્રાફિક ચોક તરફ વાળેલ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને રસ્તો બ્લોક થઈ જાય છે. તો ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક વોર્ડન ની ફાળવણી કરી ગંભીર સમસ્યાનો ઉકેલ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે…