Friday, December 27, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું એક જ દિવસમાં અપમૃત્યુના છ બનાવ નોંધાતા...

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું એક જ દિવસમાં અપમૃત્યુના છ બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના છ બનાવમાં લાગુ પડતા પોલીસ મથકમાં અકાળે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવની વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા મુકેશભાઈ ગોરધનભાઇ સજાણી ઉવ.૩૨ ગઈ તા.૨૬/૦૯ના રોજ ધ્રાગધ્રા તાલુકાના કુડા-જશમતપર ગામની નર્મદા કેનાલનાં પાણીમાં કોઇ કારણસર તણાઈ ગયેલ હોય ત્યારે જેની લાશ આશરે સત્તર દિવસ બાદ માલણિયાદ ગામે તા-હળવદ ખાતે નર્મદા કેનાલનાં પાણીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવતા હળવદ પોલીસે અ. મોતની એન્ટ્રી કરી ધ્રાંગધ્રા પોલીસ મથકમાં જાણ કરી છે.

અપમૃત્યુના બીજા બનાવમાં ઉમેશભાઇ હમીરજી જાડેજા ઉવ.૪૦ રહે.સાણંદ અંબાજીના મંદિર પાસે તા.સાણંદ જી.અમદાવાદવાળા પોતાની પત્નીથી છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય જે બાબતનું મનમા લાગી આવતા પોતે પોતાની જાતે હળવદની કનૈયા હોટલના ગ્રાઉન્ડમાં ગત તા.૧૨/૧૦ના રોજ જંતુનાશક ઝેરી પી લઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે મૃતકની પ્રાથમિક વિગતો મેળવી હળવદ પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા લખનભાઇ સુરેશભાઇ ચૌહાણ નામના શખ્સે વઘાસિયા ગામમાં અજાણતા દવા પી લેતા તેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા જ્યાં ચાલુ સારવારમાં લખનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ટીમ હોસ્પિટલે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું સહિતની કામગીરી હાથ ધરી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી હતી.

અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરશનભાઇ મૂછડીયા ઉવ.૩૭ એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ જતા તેમનું મૃત્યુ નિપજતા મરણ જનારની લાશને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે અકાળે મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં અ. મોતની નોંધ કરી એએસઆઇ એફ.આઇ.સુમરા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત અપમૃત્યુના પાંચમા બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નેક્ષોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મોનુભાઈ વિજયકુમાર સિંઘ ઉવ.૨૦ નામના યુવકે ગઈકાલે રાત્રીના નેક્ષોન સીરામીક સામે આવેલ ખરાબામાં ઝાડ સાતગે દોરી બાંધી કોઈ કારણોસર આપઘાત કરી લેતા મોનુભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતને ભેટેલા યુવકના મોતની તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

જ્યારે છઠ્ઠા અપમૃત્યુના બનાવ અંગેની વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર એ.બી.કોર્પોરેશન ગોડાઉન ખાતે ઊંચાઈ ઉપર કામ કરતી વેળા અચાનક નીચે પડતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા યુસુફભાઈ નુરમામદભાઈ ખુરેશી ઉવ.૫૦ રહે.કાલીકા પ્લોટ શેરી નં-૧ મોરબીવાળાનું મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!