Thursday, November 14, 2024
HomeGujaratકોલકાતા લેડી ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના હળવદમાં ઘેરા પ્રત્યાઘાત:ડોક્ટરોમાં રોષની લાગણી

કોલકાતા લેડી ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના હળવદમાં ઘેરા પ્રત્યાઘાત:ડોક્ટરોમાં રોષની લાગણી

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે હળવદ ડોક્ટર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ન્યાય આપો.. ન્યાય આપો… સૂત્રોચાર સાથે હળવદ મામલતદારને ડોક્ટરઓ દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જો કે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં RGKAR Goverment Hospital માં એક લેડી ડોક્ટર પર આવારા તત્વો દ્વારા સામૂહીક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ત્યાર બાદ તેની હત્યા, અને ત્યાર બાદ તેના પુરાવાઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં હળવદ ડોકટર એસોસિએશન દ્વારા તમામ ડોક્ટરોએ 17-08-2024 સવારે 6:00 વાગ્યાથી 18-08-2024 ના રોજ સવારે 6:00 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ રાખવામાં આવી છે. જો કે EMERGENCY સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. હળવદની તમામ હોસ્પિટલો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ઘટના માટે તમામ એસોસિએશન એક સાથે સવારના ૬ વાગ્યાથી ૨૪ કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. વિરોધ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે આવા આવારા તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે હળવદનાં તમામ ડોક્ટરઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!