હળવદના ચરાડવા નજીક ગતરાત્રે લગ્ન પ્રસંગમાં ગયેલ પીપળી ના ડાભી ભરવાડ પરિવાર નાં ૫૦ જેટલા લોકો ભરેલ બસ પર આઠ જેટલા ઈસમો એ હિચકારો હુમલો કર્યો હતો ગત મોડી રાત્રે ટ્રાવેલ્સ બસ પ્રસંગ પૂરો કરી ને અમદાવાદ થી પરત ફરતી વખતે ચરાડવા ચા પીવા ઊભી રહી હતી જ્યાં દુકાને બેફામ ગાળો બોલતા ઈસમ ને રોકતા ઉશ્કેરાયેલા ઈસમે અન્ય ઈસમો ને બોલાવી ને થોડી વાર પછી ચરાડવા થી થોડે આગળ બસ ને રોકી લાકડી ,પથર જેવા હથિયારો સાથે હુમલો થયો હતો જેમાં નવ થી દસ જેટલા લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
જે બનાવ માં હળવદ પોલીસ મથકમાં ઇમરાન ગગાભાઈ જામ અને સદામ ગુલમહમદ ભટ્ટી અને અન્ય છ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જે બાદ ઇમરાન અને સડામ ને ઝડપી પડી પોલીસે પુછપરછ કરતા અન્ય ઈસમો યાસીન હારુન જામ,વિજય પરસોતમ સોલંકી,વિજય વશરામભાઇ બજાણિયા,અલ્તાફ ફિરોજ ભાઇ ભટ્ટી અને જાવેદવ નીજામભાઈ ભટ્ટી ને પણ ઝડપી પાડ્યા હતા તેમજ ગુન્હામાં વપરાયેલ કાર બાઈક અને હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવને લઈને ચરાડવા ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓ ના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે તેમજ હળવદ ,માળિયા,વાંકાનેર ,એલસીબી, એસઓજી સહિતની ટીમો ના ધાડા ચરાડવા ગામે ઉતારી દેવાયા છે તેમજ ચરાડવા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.