મોરબીનાં ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી.
ખાખરાળા ગામે સ્વ.કિશન જગદીશભાઈ કરોતરા નામના ૨૧ વર્ષીય યુવાનની ગત તા.૧ મેના રોજ થયેલ નિર્મમ હત્યામાં આરોપી સાગર ડાંગરની હજુ સુધી ધરપકડ થયેલ નથી. જે બાબતે રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. અને યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને આરોપીને સત્વરે ઝડપી પાડવાની માંગ સાથે રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. અને મોરબી એસ.પી.ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. અત્યારે આવેદનને પગલે મોરબી પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. અને ડીવાયએસપી પી. એ.ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીની ગાડી કબ્જે લેવાઈ ગઈ છે આરોપીને પણ ઝડપી પાડવામાં આવશે…