Tuesday, January 7, 2025
HomeGujaratઅંધકાર દૂર: વાંકાનેર નગરના રસ્તાઓ લાંબા સમય બાદ ઝળહળી ઉઠ્યા

અંધકાર દૂર: વાંકાનેર નગરના રસ્તાઓ લાંબા સમય બાદ ઝળહળી ઉઠ્યા

વાંકાનેર શહેર માં છેલ્લા ઘણા વર્ષોથી અંધારપટ છવાયેલો હતો, નગરપાલિકા હોય કે વિધાનસભા અનેકવાર રજૂઆતો છતાંય પ્રાથમિક પ્રશ્નની નિકાલ માટે કોઈ દરકાર ન લેવાતી હતી જેને લઈને વાંકાનેર નગરપાલિકા ના વહિવટ પર પ્રશ્ર ઉભા થયા હતા, લાઇટ પાણી રસ્તા ની સવલતો જાણે ભુતકાળ બની ગઇ હોય તેમ દિવસે ને દિવસે વાંકાનેર માં પ્રાથમિક સવલતો જાણે નામશેષ થતી હોય તેવો ઘાટ સર્જાયો હતો, જેને પગલે ગુજરાત રાજય શહેરી વિકાસ વિભાગે આકરાં પગલાં ભરવા વાંકાનેર નગરપાલિકા ને સુચનાઓ આપવા છતાંય પ્રાથમિક સવલતો નું નિરાકરણ ન આવતાં આખરે ગુજરાત રાજય શહેરી વિકાસ વિભાગે વાંકાનેર નગરપાલિકા ને સુપરસીડ કરવાની ફરજ પડી હતી, અને વાંકાનેર મામલતદાર ને વહિવટદાર નીમીને આકરું વલણ અપનાવ્યું હતું, જેના ભાગરૂપે વાંકાનેર સ્ટેટ ના કેશરી સીહજી ની વહિવટદાર મામલતદાર અને ચીફ ઓફિસર ને ટકોર કરવામાં આવી હતી કે વાંકાનેર શહેર ની જનતા ને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તે માટે લાઈટ પાણી અને રસ્તાઓ ના પ્રશ્ર નું તાત્કાલિક ના ધોરણે નિરાકરણ લાવવામાં આવે, આવી રજૂઆત ને અગ્રેસરતા આપીને વાંકાનેર નગરપાલિકા વહિવટીતંત્ર દ્વારા હાલ વાંકાનેર નો વર્ષો જુનો સ્ટ્રીટ લાઇટ નો પ્રશ્ર પુરો કરવા કમર કસી હતી અને વાંકાનેર શહેર ને અંધારા નગરીમાંથી તહેવારો પહેલાં અંજવાળાથી ઝગમગાટ શહેર માં રુપાંતર કરવા તડામાર તૈયારીઓ થી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!