ભાદ્રપદ મહિનાની અમાવસ્યા સોમવારે આવી રહી હોવાના કારણે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે આજે સોમવતી અમાવસ્યા ઉજવવામાં આવી રહી છે. ત્યારે મોરબીની રોયલ સોસાયટી ખાતે પણ સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજ રોજ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની રોયલ સોસાયટી ખાતે રહેતા કિરણબેન હિતેન્દ્રભાઇ મારૂં છેલ્લા સાત વર્ષથી શ્રાવણ મહિનામાં ભાવ ભક્તિ પૂર્વક મહાદેવને વિવિધ શૃંગાર કરી શ્રાવણ મહિનાની જાણવાની કરી છે.
જેનો લાભ સોસાયટીના તમામ ભાવિ ભક્તો લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે આજ રોજ કિરણબેન દ્વારા શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને તેમાં પણ સોમવતી અમાવસ્યા હોવાથી અમરનાથ જ્યોતિર્લિંગતેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના આહલાદક સ્વરૂપનાં દર્શન નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો સોસાયટીના લોકો તથા આસપાસના વિસ્તારના ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.