મોરબી જીલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના હેતુથી મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના શિક્ષકો માટે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં જણાવ્યાં અનુસાર, મોરબી જીલ્લાના શિક્ષકોનાં ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ૨૨ તથા ૨૩ એપ્રિલના રોજ મુરલીઘર ક્રિકેટ ગ્રાઉન્ડ, નવા નાગડાવાસ પાટિયા પાસે મોરબી માળિયા હાઈવે ખાતે થશે. જેના આયોજક મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા તથા મહામંત્રી દિનેશભાઈ આર. હુંબલ તેમજ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવારના આયોજનનું સૌ કોઈ દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે આયોજકોએ નિયમો અંગે માહિતી આપતા જણાવવામા આવ્યુ હતું કે, આ ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવરની રહેશે. આ ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ અને ફાઈનલ ૧૨ ઓવરની રહેશે. તમામ લીગ મેચમાં પાવરપ્લે ૩ ઓવરનો રહેશે. સેમી ફાઈનલ અને ફાઈનલમાં પાવરપ્લે ૪ ઓવરનો રહેશે. આ ટુર્નામેન્ટમાં L.B.W. સિવાય I.C.C. ના તમામ નિયમો લાગુ પડશે. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર અને બેસ્ટ બેટસમેનનને યોગ્ય ઈનામ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી ગણવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કોઈપણ ફેરફાર કરવાનો નિર્ણય આયોજકનો રહેશે. આ ટુર્નામેન્ટમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકાની કુલ દસ ટીમો ભાગ લેશે. તેમજ આ ટુર્નામેન્ટ લોનવાળા ગ્રાઉન્ડમાં રમાડવામાં આવશે.