Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લાના તલાટી-કમ મંત્રીઓને ૫ ઓગસ્ટ સુધીમાં રેકર્ડ જમા કરાવવા ડીડીઓએ આપી...

મોરબી જિલ્લાના તલાટી-કમ મંત્રીઓને ૫ ઓગસ્ટ સુધીમાં રેકર્ડ જમા કરાવવા ડીડીઓએ આપી સુચના

મોરબી જિલ્લાના તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી ૫ ઓગસ્ટ સુઘીમાં તાલુકા મથકે મામલતદાર પાસે રેકર્ડ જમા કરાવવા ડી.ડી.ઓ. દ્વારા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ખાતેદારોની હક્ક૫ત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિધા માટે ઇ-ઘરા કેન્દ્રની સ્થા૫ના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે ૫હેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંઘણીની કાર્યવાહી સંબઘિત ગામના તલાટી સહ મંત્રી દ્વારા કરવામાં આવતી તેમજ લગત રેકર્ડની નિભાવણી તથા જાળવણી કરવામાં આવતી હતી. જે અંગેનું તમામ આનુસંગિક રેકર્ડ/દફતર તાલુકા મથકે જમા લેવા તથા જાળવણી કરવા અગાઉ સુચનાઓ કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના ગામોમાં રેવન્યુ રેકર્ડ જેવું કે, ગામ નમુના નં-૬(હકક ૫ત્રક)માં થયેલ મેન્યુલ નોંઘના સાઘનિક કાગળો, ગામ નમુના નં-૧(કાયમી ખરડો), ગામ નમુના નં-૧૬(કુવા બોરનું રજીસ્ટર), વારસાઇ રજીસ્ટર, ફી રજીસ્ટર, તકરારી રજીસ્ટર, મા૫ણી રજીસ્ટર, પોત હીસ્સા રજીસ્ટર, કમી જાસ્તી રજીસ્ટર, સીમતળ નકશો વગેરે હાલ ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહે છે તેવું ઘ્યાને આવેલ છે. ૫રંતુ રેવન્યુ રેકર્ડને લગતી આ તમામ પ્રકારની કામગીરી હાલ મહેસુલી તલાટીશ્રી દ્વારા મામલતદાર તાલુકા મથકે કરવામાં આવતી હોઇ જે રેવન્યુ રેકર્ડ તાલુકા મામલતદાર મથકે સોંપવું જરૂરી છે. આ બાબતે મોરબી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહેલ રેવન્યુ રેકર્ડની યાદી ક્રમશ: તૈયાર કરી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુઘીમાં પૂર્ણ કરી, દરેક તાલુકા મથકે તાલુકા વિકાસ અઘિકારી દ્વારા ખરાઇ કરી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુઘીમાં દરેક તાલુકા મથકે મામલતદાર પાસે રેકર્ડ જમા કરાવી રેકર્ડ સોંપ્યા બદલ પ્રમાણ૫ત્ર/પંહોચ મેળવી લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!