થોડા દિવસ પહેલા મોરબીના જોધપર પાસે ગાયોના મૃતદેહના ઢગલા મળી આવ્યા હતા જેને તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે હળવડમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે.
જેમાં હળવદના મોઢવાળી ખાણમાં ૧૦ થી વધુ પશુઓના મૃતદેહ પડ્યા છે અને આ મૃત પશુઓના મોતનો મલાજો પણ જળવાઈ રહ્યો નથી આ મૃતદેહ ઘણા દિવસથી પડ્યા હોય જેથી મૃતદેહને કુતરાઓએ ફાડી ખાતા આખા વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી રહી છે જેને કારણે હવે માણસો પણ બીમારીનો ભોગ બને તો નવાઈ નહિ જેથી આજુ બાજુના રહેવાસીઓ દ્વારા તાત્કાલિક આ મૃતદેહનો નિકાલ કરવા માંગણી કરવામાં આવી છે.