Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેરની માટેલીયા નદીના કાંઠેથી એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો : મોરબીમાં અકાળે...

વાંકાનેરની માટેલીયા નદીના કાંઠેથી એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો : મોરબીમાં અકાળે મોતનાં બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં વાંકાનેરના માટેલીયા નદીના કાંઠેથી એક શખ્સની લાશ મળી આવી જયારે પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા આધેડનું નીચે પટકાતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઢુવા કયુટોન સીરામીક સામે માટેલીયા નદીના કાંઠે એક શખ્સની લાશ પડી હોવાની 100 નંબર કંટ્રોલને માહિતી મળતા જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને લાશનો કબ્જો મેળવ્યો હતો. ત્યારે પોલીસે મૃતક અંગે તપાસ કરતા તેનું નામ સત્યભાન કાનછેદી કોલ હોવાનું અને તે હાલ સરતાનપર સ્ટાઇલમ સીરામીક ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, માળીયા મીં.નાં મેઘપર ગામે રહેતા પુનીબેન સવાભાઇ ડાંગર નામના વૃદ્ધા ગત તારીખ-૦૩/૦૫/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાના ઘરે સીડી ઉપરથી ઉતારી રહ્યા હતા. ત્યારે તેઓનું બેલેન્સ ફગતા તેઓ અચાનક નીચે પટકાયા હતા. જેને લઈ તેઓને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!