વાંકાનેર તાલુકાના સરધારકા ગામે આવેલ ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતદેહના મોઢાના ભાગે ઇજાના નિશાન પણ જોવા મળતા હત્યા કરીને મૃતદેહ ફેંકી દેવાયાની આશંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ કેસમાં જીતુ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને મૃતક યુવકનું નામ રાજુ હોવાનું સામે આવ્યું છે તેમજ હજુ એક આરોપીને પોલીસ શોધી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.હાલ મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.