ગઇકાલે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક રેલમાર્ગ પાસે ના રસ્તા પર એક બાળકનો અર્ધ કપાયેલી હાલતમાં કમર થી નીચેનો ભાગ અને નજીકમાં પોટલામાં બાળકના વસ્ત્રો અને શરીર ના આંતરિક અંગો મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ દોડી ગઈ અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે થોડે દૂર થી શ્વનોએ ખાધેલી હાલતમાં બાળકનું માથું મળી આવ્યું છે જેથી આ મામલે અનેક રહસ્યો સર્જાયા છે. તેમજ હજુ પણ શરીર નો વચ્ચેનો ભાગ મળી આવ્યો નથી.
બનાવની મળતી વિગત મુજબ, ગઇકાલે સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પર મોરબી-વાંકાનેર રેલવે લાઈન પરથી ગઈકાલે એક અજાણ્યા બાળકનો કપાયેલા હાલતમાં અડધો મૃતદેહ અને પોટલામાં વસ્ત્રો અને આંતરિક અંગો મળી આવ્યા હતા. જે બનાવની જાણ થતા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસને શરીરનો અડધો હિસ્સો ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી બાકીનો હિસ્સો શોધવા પોલીસે શોધખોળ શરૂ કરી હતી . ત્યારે ઉલ્લેખનીય છે કે, પોલીસને પોટલામાં વીંટાડેલ હાલતમાં બાળકના વસ્ત્ર અને શરીરના આંતરિક અંગો મળી આવ્યા હતા. કમરથી નીચેનો ભાગ અને પોટલામાં આંતરિક અંગો તેમજ માથું ત્રણે થોડા થોડા અંતરે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. જો કે, હજુ પણ બાળકનો શરીરનો વચ્ચેનો ભાગ મળી આવ્યો નથી. ત્યારે મહત્વની વાત તો એ છે કે, મોરબી જિલ્લાના કોઈ પોલીસ મથકમાં હજુ સુધી કોઈ બાળક ગુમ થયા અંગે નોંધ આવી નથી.ત્યારે પોલીસ ચોપડે કોઈ બાળક ગુમની નોંધ ન હોવાથી પોલીસ પણ અસમંજસમાં મુકાઈ છે.ત્યારે મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તેમજ બાળક ક્યાંનો હતો કે કઇ રીતે મોત થયું છે તેવા અનેક રહસ્યો ના ભેદ ઉકેલવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે.