કહેવાય છે ‘છોરું તો કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય’ આ કહેવત હવે ઘોર કળિયુગીમાં ખોટી પડી રહી છે. આજકાલ રાજ્યમાં નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં જનેતા પોતાના અનૈતિક સંબંધોના કારણે જન્મેલા બાળકને તરછોડતી હોય છે. ત્યારે જન્માષ્ટમીનાં પાવન પર્વે મોરબીમાંથી એક ત્યજીદેવાયેલ મૃત બાળક મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા સ્મસાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ પાછળ મચ્છુ નદીના કાઠે ધોળેશ્વર મહાદેવ મંદીર પાછળ વીશીપરા ચોકી પાસેથી મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. ગત તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ નાવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે, એટલું જ નહીં, જન્મજાત શિશુને ત્યજી દેનાર દયાહીન માતાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.