Thursday, June 26, 2025
HomeGujaratમોરબીના જુના ઘુટુ રોડ ઉપર નદીમાંથી મૃત નવજાત બાળકી મળી આવી:અજાણી સ્ત્રી...

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર નદીમાંથી મૃત નવજાત બાળકી મળી આવી:અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો

બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણી મહિલા સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના ઘુટુ રોડ ઉપર કાલીન્દ્રી નદીના પાણીમાંથી તાજી જન્મેલ મૃત બાળકી મળી આવવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરતા, બી ડિવિઝન પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ બનાવ સંદર્ભે પોલીસે મૃત નવજાત બાળકીની લાશને હોસ્પિટલ ખસેડી અજાણી મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબીમાં અતિ ઘૃણાસ્પદ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.૨૪/૦૬ ના રોજ સવારે જુના ઘુટુ રોડ નટડી માતાજીના મંદિરની બાજુમાં કાલીન્દ્રી નદીના પાણીમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા તાજું જન્મેલ મૃત બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. જે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે સ્થળ ઉપર આવી મૃત નવજાત બાળકીને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડી ત્યાં પીએમ સહિતની તબીબી કામગીરી પૂર્ણ કરાવી હતી. ત્યારે મૃત નવજાત બાળકીની મળી આવેલ લાશ અંગે બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર પાવરહાઉસની બાજુમાં રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામના મનીષભાઈ રાજુભાઇ ભોજવીયા ઉવ.૨૮ ની ફરિયાદ લઈને આરોપી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી, પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!