મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાસનાના વરુ આધેડ વયના કૌટુંબિક સગાએ માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ઢગા સામે ચો તરફથી ફિટકાર વર્ષી રહ્યો છે. ગર્ભ રહી ગયા બાદ ભાંડો ફૂટતા ફરિયાદના આધારે પોલીસે હવસખોરને ઝડપી લીધો છે.
માનવતાને શરમાવતા આ કિસ્સાની વિગત મુજબ મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં હવસખોર સુરેશ પટેલ નામના આધેડે માનસિક અસ્થિર સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી હતી. આરોપી સુરેશ દુકાને વસ્તુ લેવા જતો હોય આ દરમિયાન સગીરાની એકલતાનો લાભ લઈ દુકાનનું શટર બન્ધ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું અને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. જેમા દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાને 19 અઠવાડિયાનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો હતો.
આ અંગે જાણ થતા ભોગબનનાર સગીરાની માતાએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દોડી જઇ તેના જ ગામે રહેતા આરોપી સુરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી આથી ફરિયાદને પગલે તાલુકા પોલીસ એ ગણતરીની કલાકમાં હવસખોર આરોપી સુરેશને ઝડપી પાડી કોરોના રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.આઈ વીરલ પટેલ ચલાવી રહ્યા છે.