Friday, September 20, 2024
HomeGujaratહળવદના ચરાડવા નજીક રોડ ઉપર આખલો આડો ઉતરતા અથડાયેલ બાઇક ચાલકનું મોત

હળવદના ચરાડવા નજીક રોડ ઉપર આખલો આડો ઉતરતા અથડાયેલ બાઇક ચાલકનું મોત

હળવદના ચરાડવા ગામે ભરવાડવાસમાં રહેતા દિનેશભાઇ છેલાભાઇ મુંધવા ઉવ.૩૩ ગત તા. ૨૫/૦૭ના રાત્રીના આઠ વાગ્યાની આસપાસ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૩૬-એજી-૭૨૬૩ લઈને સમલી ગામથી ચરાડવા ગામ તરફના સિંગલપટ્ટી રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રોડ ઉપર અચાનક આખલો આડો ઉતરતા દીનેશભાઈનું બાઇક આખલા સાથે અથડાયું હતું. જેથી દીનેશભાઈને ગળાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાની પ્રાથમિક વિગતોને આધારે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!