Friday, December 27, 2024
HomeGujaratરાજકોટમાં મોરબીનાં બીમાર વૃદ્ધનું મોત : વૃદ્ધનાં પરિવારજનોને શોધવા પોલીસે કવાયત હાથ...

રાજકોટમાં મોરબીનાં બીમાર વૃદ્ધનું મોત : વૃદ્ધનાં પરિવારજનોને શોધવા પોલીસે કવાયત હાથ ધરી

મોરબીનાં રહેવાસી દલપતભાઇ કનુભાઇ રાવલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધ ગત તા.૨૭/૧૦/૨૦૨૨ ના રોજ કોઇ બીમારી હોવાથી મોરબીની મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં તેમની હાલત બગાડતા તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન દલપતભાઇ કનુભાઇ રાવલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારે મરણ જનાર વૃદ્ધનું કોઇ વાલી વારસ ન હોય અને હાલે મરણજનારની લાશ રાજકોટ સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા રાખેલ હોય અને મરણજનારના શરીરે જોતા શરીરે પાતળો બાંધો વાને ઘઉંવર્ણ, માથાના ભાગે ટાલ તથા ટૂંકા કાળા વાળ તથા રાખોડી કલરનું લીટી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ મોઢામા ઉપરના ત્રણ દાત પડી ગયેલ છે અને સદરહુ પુરૂષના વાલીવારસ મળી આવેલ ન હોય તેથી જે કોઈ પણ વ્યક્તિ આ વૃદ્ધને ઓળખાતું હોય અથવા તેમના પરિવારજનોને પોલીસ હેડ કોન્સ્ટેબલનાં મો.નં. ૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ટેલિફોન નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!