માળીયા મીં.માં વીજ શોક લાગવાના કારણે વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. બનાવની મળતી માહિતી અનુસાર, માળીયા મીંયાણાના વર્ષામેડી ગામની સીમમા આવેલ શ્રી રામ ટ્રેડીંગમાં રહેતા મૂળ રાજસ્થાનનાં હકરૂભાઇ હુરતીંગભાઇ રાવતને ગત તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ શ્રી રામ ટ્રેડીંગમા આવેલ પ્રાત ઘોડો એક જગ્યાએ થી બીજી જ્ગ્યાએ હટાવવા જતા પી.જી.વી.સી.એલ ની ઇલેક્ટ્રીક મેઇન પાવર લાઇનમા અડતા કરંટ લાગવા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ સ્થાનિક લોકોએ માળીયા મીં. પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે માળીયા મીં. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પંચનામું કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.