Saturday, December 28, 2024
HomeGujaratમોરબી-૨ શક્તિ ચેમ્બર સામે બાઇકની ઠોકરે રોડ ઓળંગી રહેલ યુવકનું મૃત્યુ 

મોરબી-૨ શક્તિ ચેમ્બર સામે બાઇકની ઠોકરે રોડ ઓળંગી રહેલ યુવકનું મૃત્યુ 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રોડ ક્રોસ કરી રહેલ યુવકને બાઈકે ઠોકરે ચડાવતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવકના મોટાભાઈ દ્વારા બાઇક ચાલક આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે ગત તા.૧૯/૦૯ના રોજ સવજીભાઈ અવચરભાઈ ઉપસરીયા ઉવ.૪૦ રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન રોડ ઉપર પુરઝડપે આવતા બજાજ કંપનીના સીટી-૧૦૦ મોટર સાયકલ જીજે-૩૬-કે-૯૮૩૭એ સવજીભાઈને હડફેટે લેતા તેમને માથાના ભાગે વધારે ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત સવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવની મૃતકના મોટાભાઈ બાબુભાઇ અવચરભાઈ ઉપસરીયા રહે.મોરબી-૨ માળીયા વનાળીયા શક્તિ સોસાયટી દ્વારા બાઇક ચાલક આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!