મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ એપ્રિકોટ સીરામીક ફેક્ટરીમાં રહેતા બાલગજન અસ્તી ઉવ.૩૩ નામનો યુવાન ગઈકાલ તા.૦૪/૦૯ના રોજ સાંજના સમયે ફેક્ટરીમાં કામ કરતો હોય ત્યારે કોઈ કારણોસર વીજ શોક લાગતા શ્રમિક યુવકનું સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. બનાવ બાદ મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.