વાંકાનેર સીટી પોલીસ મથક નજીક આવેક લીલાધર મંદીર પાસે રહેતા 60 વર્ષીય પરપ્રાંતીય વૃદ્ધાને શ્વાસની બીમારી ઉપડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી જિલ્લામાં આજે વધુ એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં સુરજાબેન નુરજાભાઇ માલીધીન (ઉ.વ.૬૦ રહે. વઘાસીયા લીલાધર મંદીર પાસે વાંકાનેર મૂળ ભોપાલ) ને શ્વાસની બીમારી ઉપડતા તે બેભાન થઈ ગયા હતા જેથી બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું આથી પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.