Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં અજાણી સ્ત્રીનું મોત, વાલી-વારસની શોધખોળ

મોરબીમાં અજાણી સ્ત્રીનું મોત, વાલી-વારસની શોધખોળ

મોરબીમાં અજાણી સ્ત્રી ઉવ.આશરે ૩૨ વર્ષ વાળી ગઇ તા.૦૨/૦૭/૨૦૨૨ના રોજ બપોરના સમયે કોઇ કારણસર દવા પી જતા એપલ હોસ્પિટલ નજીક મોરબી ખાતેથી ૧૦૮ માં મોરબી સરકારી હોસ્પીટલમાં સારવારમાં લાવતા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરતા જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

એ ડિવિઝન પોલીસે જણાવ્યું છે કે, આ મૃતક સ્ત્રીના વાલી વારસનો હજુ પતો લાગ્યો નથી જેથી આ કામે મરણજનાર અજાણી સ્ત્રી હોય જેની ઉમર આશરે ૩૨ વર્ષ તથા શરીરે મધ્યમ બાંધાની છે વાને ઘંઉવર્ણી છે જમણા હાથના પોંચા ઉપર ઓંમ ત્રોફાવેલ છે. તથા કાંડા પાસે ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે. જેથી આ કામે મરણજનાર અજાણી સ્ત્રી બાબતે કોઇ વાલીવારસ મળી આવ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સંપર્ક ટેલીફોન નં- ૦૨૮૨૨૨૩૦૧૮૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!