મોરબીના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓએ વૃદ્ધ પાસેથી ખંખેરી લીધેલ 22 લાખ રૂપિયાની બે કાર ખરીદી લીધી હોવાની ચૌકાવનારી વિગતો પ્રકાસમાં આવી છે જેને પગલે પોલીસે આરોપીઓ પાસેથી ચાર કાર અને અંદાજે રૂ. 12 લાખ રોકડા રિકવર કર્યાનું સામે આવ્યું છે.
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને બે મહિલા સહિત છ શખ્સોએ વૃદ્ધને ફસાવી બળજબરીથી પાસેથી રૂ. 22 લાખ પડાવી લીધા હતા આ કેસમાં છ શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ મુદ્દામાલ રિકવર કરવા અર્થે આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળને બે દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા. આરોપીઓએ વૃદ્ધ પાસેથી ખંખેરી લીધેલ રૂપિયામાંથી બે કાર પણ ખરીદી લીધી હોવાની કબૂલાત આપી હતી વધુમાં આ બે કાર ઉપરાંત પોલીસે તેમની માલિકીની પણ 2 કાર મળી કુલ ચાર કાર કબ્જે કરી હતી જેને લઈને અંદાજે રૂ. 12 લાખની રોકડ પણ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કર્યા હોવાનું જાહેર થયું છે.