વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના ના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલના રોડ શો દરમિયાન તેમની જ કાર ના ડ્રાઈવર જાણે પોતે દિલ્હી સીએમ ના ડ્રાઈવર હોવાનો એહસાસ કરાવતો હોય એમ નિયમોનો ઉલાળીયો કર્યો હતો.
જેની વિગત મુજબ વાંકાનેર માં તાજેતરમાં જ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ નો રોડ શો યોજાયો હતો જેમાં અરવિંદ કેજરીવાલ જે કાર માં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલતા હતા તે જ કાર ના ડ્રાઈવર પોતાનો અને સીએમ કેજરીવાલ તેમજ ત્યાં હાજર અન્ય લોકોના જીવ જોખમ માં મૂકીને ફોન માં વાત કરતો કેમેરા માં કેદ થયો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું RTO ના નિયમો દિલ્હી સીએમ ના ડ્રાઈવર ને લાગુ નથી પડતા? અન્ય સામાન્ય લોકો વાહન ચલાવતા સમયે ફોન માં વાત કરતા ઝડપાય છે તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ની જોગવાઇ છે ત્યારે શું સીએમ કેજરીવાલ ના ડ્રાઈવર પર શું પગલા લેવાશે એ જોવું રહ્યું.