મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી યુવાનોની ઓનલાઈન ગેમિંગની કુટેવથી પરિવારને બરબાદ થતો અટકાવવા માટે તેમજ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવા માટેની રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી યુવાનોની ઓનલાઈન ગેમિંગની કુટેવથી પરિવાર બરબાદ થતાં અટકાવવા રજૂઆત કરતો પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી રહ્યો છે. જે ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસાના કારણે યુવાનો પોતાના પરિવારને બરબાદી તરફ ધકેલી રહયા છે. તેમજ આવા ઓનલાઈન ગેમિંગના ચસ્કાને કારણે અનેક યુવાનોએ આત્મહત્યા કરેલ હોવાના પણ બનાવો બન્યા છે. પરંતુ પાછળ તેમના પરીવારનું શું ? સરકાર માટે જો ગેમિંગ કોઈ આવકનું સાધન હોય તો તે ભારતના નાગરિક માટે બરબાદીનું કારણ છે. તેમજ જો કોઈ પણ વ્યકિત તીનપતી કે અન્ય જુગાર રમતા પકડાય તો તેઓને પકડીને મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગાર રમાઈ રહયો છે. તેમના વિરૂધ્ધ કાર્યવાહી કેમ નહી ? તેવા સવાલ સાથે રજુઆતને ધ્યાને લઈ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના યુવાનો તેમજ નાગરિકો પ્રત્યે થોડી સંવેદના રાખી આવા પરિવારો બરબાદ ન થાય, આત્મહત્યા ન કરે તેવા એક માત્ર આશયથી ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવા માટેની રજૂઆત કરવામાં આવી છે.