મોરબીથી રફાળેશ્વર રોડ ઉપર આવેલ જોધપર(નદી) ગામે સ્પીડ બ્રેકર બનાવવાંની માંગ સાથે જોધપર(નદી) ગ્રામ પંચાયત ઉપસરપંચ જયેશભાઇ હોથી દ્વારા મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરાઈ છે.જેમાં જણાવ્યા અનુસાર જોધપર(નદી) ગામે લીલાપરથી ભડીયાદ ગામને જોડતા માર્ગ પર તથા રામદેવપીર ના મંદિરની બાજુમાં અને ગામના મેઈન ગેઇટથી ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર તેમજ સરકારી કોલોની બાજુમાં જવાના માર્ગ ઉપર અને પટેલ બોર્ડિંગના ગેઇટની બન્ને બાજુમાં સ્પીડ બ્રેકર મુકવા જરૂરી બન્યા છે. આ તમાં સ્થળોએ સ્પીડ બ્રેકરના અભાવને લઈને વાહનોની ગતિ મા નિયંત્રણ ન આવતા હોવાથી ગામમાં અકસ્માતનો ખતરો મંડરાઈ રહે છે જેને લઈને આ પાંચ સ્થળોએ સ્પીડ બ્રેકર બનાવવા અંતમાં માંગ કરાઈ છે.
આ ઉપરાંત લીલાપરથી રફાળેશ્વર ગામ તરફ જતા રસ્તે જોઘપર (નદી) ગામ બાજુના માર્ગ પર વરિયા અને કડ પડી ગયા હોવાથી અકસ્માતના બનાવો સામે આવે છે આથી ડામર પાથરી રીપેરીંગ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવાઈ છે.